નર્મદા નદી નર્મદા મધ્ય ભારતમાં આવેલી નદી છે. નર્મદા ઉત્તર ભારતના ગંગા જમુના ફળદ્રુપ પ્રદેશો તથા દક્ષિણ ભારતના દખ્ખણના ઉચ્ચપ્રદેશ વચ્ચેની ભૌગોલીક સીમા પણ છે. નર્મદા નદીની લંબાઈ ૧૨૮૯ કિલોમિટર છે. નર્મદા એ ભારતની ત્રણ મુખ્ય નદીઓમાંની એક છે જે પશ્ચિમ તરફ અરબી સમુદ્રમાં વહે છે. જ્યારે અન્ય બે મોટી નદીઓ તાપિ અને મહિ છે. ભારતીય ઉપખંડની તે પાંચમી સૌથી મોટી નદી છે. નર્મદા નદીનું મૂળ મધ્ય પ્રદેશ રાજ્યના અમરકંટક પર્વતમાં આવેલ છે. સાતપુરા પર્વતમાળાના ઉદ્રુમ સ્થાને આવેલા મંડલા પહાડો વચ્ચેથી પસાર થતી નર્મદા નદી જબલપુર નજીક આરસપહાણો કોતરી વિધ્યાચલ પર્વતમાળા અને સાતપુડા પર્વતમાળાની ખીણમા થી વહે છે. ગુજરાત રાજ્યમાં પ્રવેશ કરતા પહેલા થોડીક લંબાઇ માટે આ નદી મહારાષ્ટ્ર રાજ્યના ભાગમાંથી પણ વહે છે. અંતે તે ભરૂચ નજીક ખંભાતના અખાતમાં અરબી સમુદ્રને મળે છે.ભરૂચ શહેર નર્મદા નદીના કિનારે આવેલું છેલ્લું મોટું શહેર છે. નર્મદા નદીનું પાણી સાતપુડા પર્વતમાળામાંથી વહેતા ઝરણાઓ માંથી વહે છે. જ્યારે વિધ્યાચળ પર્વતમાળામાંથી નીકળતા ઝરણાઓ ગંગા કે યમુનામાં મળે છે .નર્મદામાં મળી જતી...