મોસંબી:વિટામીન સિ થી ભરપૂર
![]() |
| Citrus મોસંબી |
હાલનો સમય એવો ચાલી રહ્યો છે કે નાનામોટા દરેક સભ્યોએ પોતાની રોગપ્રતિકારક શક્તિ મજબૂત કરવી પડે એમ છે. જો શરીરની રોગપ્રતિકારક શક્તિ મજબૂત હશે તો તમારું શરીર દરેક પ્રકારના રોગ સામે શક્તિમાન બનીને લડશે. બાળકોએ તો ખાસ પોતાના શરીરને શક્તિમાન બનાવીને રોગપ્રતિકારક શક્તિ મજબૂત બનાવવી જ જોઇએ.
રોગપ્રતિકારક શક્તિ મજબૂત બનાવવા માટે તાજાં લીલાં શાકભાજી, ફળ, પૌષ્ટિક આહારની સાથે સાથે ખાસ વિટામિન સી(C) યુક્ત ફળ અને ખોરાક વધારે લેવાં જોઇએ. આ દાંત, હાડકા અને ત્વચા માટે ઉપયોગી છે.
આ વિટામિન સી(C) પાંદડાવાળા શાકભાજી અને ખાસ કરીને આમળા ,લિંબુ, મોસંબી ની અંદર થી વધારે પ્રમાણમાં મળી આવે છે.વિટામિન સી(C) તમારા શરીરની રોગપ્રતિકારક શક્તિ મજબૂત બનાવવામાં સૌથી મોટો ભાગ ભજવે છે ,અને શરીરને વિટામિન સી ભરપૂર પ્રમાણમાં મળી રહે તે માટે મોસંબીના રસનું સેવન રોજ કરવું. લિંબુ જાતિ નુ ફળ મોસંબી આખા ભારત મા જાણીતી છે.
મોસંબી એ વિટામિન સી(C) નો સૌથી મોટો સ્ત્રોત છે. તે ખાવાથી ઇમ્યુનિટી સિસ્ટમ તો મજબૂત બને જ છે, સાથેસાથે તે ખાવાથી શરદી અને કફની તકલીફથી પણ રાહત આપે છે. બાળકો જો રોજ મોસંબીનો રસ પીવે તો આ વાઇરલ ઇન્ફેક્શનની તકલીફમાંથી રાહત અને છુટકારો મળી શકે છે. જે વ્યક્તિને પેટમાં બળતું હોય તેમણે પણ રોજ એક ગ્લાસ મોસંબીનું જ્યૂસ પીવું જોઇએ.
જે બાળકોને પેશાબની તકલીફ હોય, પેશાબ ઓછો થતો હોય તેમને પણ ડોક્ટર મોસંબીનું જ્યૂસ પીવાની સલાહ આપતાં હોય છે. તેમાં વિટામિન સીની સાથેસાથે મિનરલ્સ પણ સારા પ્રમાણમાં હોવાથી શરીરને પૂરતું પ્રવાહી મળી રહે છે અને પેશાબ ઓછો થવાની સમસ્યા કે પેશાબમાં બળતરાની સમસ્યામાંથી છુટકારો મળે છે.
શક્તિવર્ધક અને આરોગ્યવર્ધક હોવાને કારણે આ ફળ દર્દીઓ માટે એક ગુણકારી ફળ છે. તેનાથી ન માત્ર શારીરિક નબળાઈ દૂર થાય છે, પણ કબજિયાતથી પણ રાહત મળે છે. વિટામિન એ(A) અને વિટામિન સી(C) નો સ્ત્રોત મોસંબી બાળકો માટે ખૂબ જ ફાયદાકારક છે કેમ કે તેના સેવનથી નબળાઈ દૂર થાય છે.


Comments