નર્મદા નદી
નર્મદા મધ્ય ભારતમાં આવેલી નદી છે. નર્મદા ઉત્તર ભારતના ગંગા જમુના ફળદ્રુપ પ્રદેશો તથા દક્ષિણ ભારતના દખ્ખણના ઉચ્ચપ્રદેશ વચ્ચેની ભૌગોલીક સીમા પણ છે.નર્મદા નદીની લંબાઈ ૧૨૮૯ કિલોમિટર છે.
નર્મદા એ ભારતની ત્રણ મુખ્ય નદીઓમાંની એક છે જે પશ્ચિમ તરફ અરબી સમુદ્રમાં વહે છે. જ્યારે અન્ય બે મોટી નદીઓ તાપિ અને મહિ છે. ભારતીય ઉપખંડની તે પાંચમી સૌથી મોટી નદી છે.
નર્મદા નદીનું મૂળ મધ્ય પ્રદેશ રાજ્યના અમરકંટક પર્વતમાં આવેલ છે. સાતપુરા પર્વતમાળાના ઉદ્રુમ સ્થાને આવેલા મંડલા પહાડો વચ્ચેથી પસાર થતી નર્મદા નદી જબલપુર નજીક આરસપહાણો કોતરી વિધ્યાચલ પર્વતમાળા અને સાતપુડા પર્વતમાળાની ખીણમા થી વહે છે.
ગુજરાત રાજ્યમાં પ્રવેશ કરતા પહેલા થોડીક લંબાઇ માટે આ નદી મહારાષ્ટ્ર રાજ્યના ભાગમાંથી પણ વહે છે. અંતે તે ભરૂચ નજીક ખંભાતના અખાતમાં અરબી સમુદ્રને મળે છે.ભરૂચ શહેર નર્મદા નદીના કિનારે આવેલું છેલ્લું મોટું શહેર છે.
નર્મદા નદીનું પાણી સાતપુડા પર્વતમાળામાંથી વહેતા ઝરણાઓ માંથી વહે છે. જ્યારે વિધ્યાચળ પર્વતમાળામાંથી નીકળતા ઝરણાઓ ગંગા કે યમુનામાં મળે છે .નર્મદામાં મળી જતી નદીઓમાં સૌથી મોટી નદી તવા નદી છે. જે મધ્ય પ્રદેશના હોશંગાબાદ જિલ્લાના બંદ્રા ગામ નજીક નર્મદાને મળે છે.
મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર પસાર કર્યા બાદ નર્મદા નદી ગુજરાતના ફળદ્રુપ પ્રથમ નર્મદા જિલ્લામાં અને ત્યારબાદ ભરૂચ જિલ્લામાં પ્રવેશ કરે છે.
ભરૂચ શહેર નજીક ૨૦ કી.મી.ના ફળદ્રુપ મુખત્રિકોણ નજીક તે ખંભાતના અખાત ખાતે પ્રવેશ કરે છે.
નર્મદાને ગુજરાતની જીવાદોરી પણ કહેવામાં આવે છે.
નર્મદા નદીનો ઉપયોગ સિંચાઈ તથા વાહન વ્યવહાર માટે પણ થાય છે. ચોમાસા દરમ્યાન ભરૂચ તથા અન્ય ભાગોમાં નાના-મોટા વહાણોની વાહન વ્યવહાર ચાલે છે.
નર્મદા જિલ્લાના કેવડીયા કોલોની નજીક સરદાર સરોવર બંધ (Sardar Sarovar Dam)નો પ્રોજેક્ટ નિર્માણ પામ્યો છે. બંધની ઊચાઇ ૧૩૮.૬૮ મીટર છે.
આ બંધ હલમાં ૧૨૧ મીટર સુધી બંધાતા ગુજરાતના લોકોનુ સ્વપન વર્ષો પર્યંત સફળ થયું છે. આ યોજના દ્વારા નર્મદાનું પાણી સૌરાષ્ટ્ર કચ્છ તથા ઉત્તર ગુજરાતમાં પહોંચાડી રહી છે. મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, છત્તીસગઢ તથા રાજસ્થાનને પણ પાણી તથા વિજળી પહોચાડવામાં આવી રહી છે .
સરદાર સરોવર બંધ તેની પર્યાવરણ પરની અસરને કારણે વિવાદો માં રહેલો પણ છે. મેઘા પાટકરની નર્મદા બચાઓ ચળવળ બંધનું કામ અટકાવવાની પહેલ પણ કરી હતી પરંતુ ૧૯૯૯માં ભારતની ઊચ્ચતમ ન્યાયાલયે સરકારનો બંધ ઝડપભેર સમાપ્ત કરવાનો ચુકાદો આપ્યો અને બંધને રોકવાની પહેલને વખોડી કાઢી હતી.
નર્મદાનું ગંગા નદી પછી નર્મદા દેશની સૌથી પવિત્ર નદી ગણાય છે.
હિન્દુ ધર્મ પ્રમાણે નર્મદા ૭ કોલોની વહે છે.
નર્મદા નદીની કાંઠે આદિ શંકરાચાર્ય તેમના ગુરૂ ગોવિંદ ભગવત્પાદ ને મળ્યા અને દિક્ષા ગ્રહન કરી હતી.
ચાલુક્ય રાજા પુલકેશીન બીજાએ નર્મદા નદીને કાંઠે સમ્રાટ હર્ષવર્ધનને હરાવ્યો હતો.
નર્મદા નદી ની સૌથી પુણ્યદાયક પૂજા અને તે નર્મદા નદીની પરિક્રમા છ. જેમાં યાત્રળુ ઓ સમુદ્રથી નર્મદાના એક કાંઠે ચાલવાનું ચાલુ કરી નર્મદાના મુખને ફરીને ચાલતા બંને કાંઠે પછી સમુદ્ર કાંઠે પર આવે છે અને આ યાત્રા કરતાં આશરે એક થી બે વર્ષ લાગે છે.
જબલપુરમાં ચિત્રકળાનું શિક્ષણ આપતા જાણીતા ચિત્રકાર શ્રી અમૃતલાલ વેગડે નર્મદાની પરિક્રમા પગપાળા ચાલીને કરેલી છે. તેમણે આ યાત્રાના વર્ણનો ખૂબ જ રસભર લખ્યા છે જે પુસ્તકો રૂપે ઉપલબ્ધ છે.
નર્મદા નદી સંશોધન માટે પણ મહત્વની છે તેની ખીણ માંથી રાજાસોરસ નામનાં ડાયનાસોર ના અવશેષો મળી અવેલા છે
નર્મદા નદી
નર્મદા મધ્ય ભારતમાં આવેલી નદી છે. નર્મદા ઉત્તર ભારતના ગંગા જમુના ફળદ્રુપ પ્રદેશો તથા દક્ષિણ ભારતના દખ્ખણના ઉચ્ચપ્રદેશ વચ્ચેની ભૌગોલીક સીમા પણ છે.નર્મદા નદીની લંબાઈ ૧૨૮૯ કિલોમિટર છે.
નર્મદાનું ગંગા નદી પછી નર્મદા દેશની સૌથી પવિત્ર નદી ગણાય છે.
નર્મદા નદીની કાંઠે આદિ શંકરાચાર્ય તેમના ગુરૂ ગોવિંદ ભગવત્પાદ ને મળ્યા અને દિક્ષા ગ્રહન કરી હતી.


Comments