અજંતા ની ગુફા
અજંતાની ગુફા ઓ મહારાષ્ટ્ર રાજ્યના ઔરંગાબાદ જિલ્લાના અજંતા ગામ પાસે આવેલી છે.
આ સ્થળ દ્વિતીય શતાબ્દી ઈ.સ પૂવૅ. ના સમયમાં બની હોવાનું મનાય છે. અહીં બૌદ્ધ ધર્મ થી સંબંધિત ચિત્રકામ તેમ જ શિલ્પકારી ના ઉત્કૃષ્ટ નમૂના ઓ જોવા મળે છે.આની સાથે જ સજીવ ચિત્રો પણ જોવા મળે છે.
ગુફા ઓ એક ગાઢ જંગલથી ઘેરાયેલ, અશ્વ નાળ આકાર ની ખીણમાં અજંતા ગામથી ૩૧/૨ કિ.મી. દૂર બનેલી છેતેની તળેટીમાં વાઘૂરી નદી વહે છે.
જે નદી દ્વારા નિર્મિત એક પ્રપાત ધોધ ની દક્ષિણમાં સ્થિત છે. આની ઊંચાઈ નદીથી લગભગ ૩૫ થી ૧૧૦ ફીટ સુધીની છે.
અહીં ની ગુફા ઓ ને બે ભાગ મ વહેંચી શકાય છે.
૧ . ચિત્રકલા આધારિત ગુફા ઓ

૨. શિલ્પકલા આધારિત ગુફા ઓ
ભીંતચિત્રો આધારિત ગુફા ઓ પૈકી ૧, ૨, ૧૦, ૧૬, અને ૧૭નંબરની ગુફા ઓ ના ભીંતચિત્રો જોડ અને ઉચ્ચ કક્ષાના છે.આ ચિત્રો નો મુખ્ય વિષય બૌદ્ધ ધર્મ છે.
પ્રથમ ચરણને ભૂલથી હીનયાન ચરણ કહેવાયું છે, જે બૌદ્ધ ધર્મના હીનયાન મત સાથે સંબંધિત છે.
બીજા ચરણના ખોદકામમાં લગભગ ત્રણ શતાબ્દિઓની સ્થિરતા બાદ શોધાઈ . આ ચરણને મહાયાન ચરણ નામ આપવા માં આવેલ છે.મહાયાન ચરણ એ બૌદ્ધ ધર્મ નો બીજો મોટો સમૂહ છે.
ઘણાં લોકો આ ચરણને વાકાટક ચરણ કહે છે. આ ચરણ નુ નામ શાસિત વંશ વાકાટકના નામ પર છે.
વૉલ્ટર એમ. સ્પિંક, નામ ના વિશેષજ્ઞ ના અનુસાર મહાયન ગુફા ઓ ૪૬૨-૪૮૦ ઈ. સ .ના સમયગાળા ની વચ્ચે નિર્મિત થઈ હતી.
મહાયનચરણની ગુફા માં૧, ૨, ૩, ૪, ૫, ૬, ૭, ૮, ૧૧, ૧૪, ૧૫, ૧૬, ૧૭, ૧૮, ૧૯, ૨૦, ૨૧, ૨૨, ૨૩, ૨૪, ૨૫, ૨૬, ૨૭, ૨૮,૨૯ નો સમાવેશ થાય છે. ગુફા ક્રમાંક ૮ ને લાંબા સમય સુધી હિનાયન ચરણ ની ગુફામાં સમાવેશ કરવા માં આવતો હતો , પરંતુ વર્તમાન સમયમાં તથ્યોના આધાર પર આને મહાયન ગુફા માં સમાવેશ કરાઈ છે.
અજંતાની ગુફા ઓ ના બે પ્રકાર પાડી શકાય છે.
ચૈત્ય અને વિહાર
ચૈત્ય અને વિહાર ૯, ૧૦, ૧૯, ૨૬, અને ૨૯ નંબર ની ગુફા ઓ ચૈત્ય છે ,જ્યારે બાકીની ગુફા ઓ વિહાર છે.
ચૈત્ય એટલે બૌદ્ધ સાધુ ઓ નો પ્રાર્થના અને ઉપાસના માટે નું સ્થળ.ચૈત્ય ગુફા ઓ માં અંદર ના છેડે સપૂત બાંધેલ હોય છે.
વિહાર એટલે બૌદ્ધ મઠ જ્યાં બૌદ્ધ ભિક્ષુ ઓ નિવાસ અને અધ્યયન કરે છે.
આ ચરણની ગુફા ક્રમાંક ૧૨, ૧૩, ૧૫ વિહાર છે.
મહાયન ચરણમાં ત્રણ ચૈત્ય ગૃહ હતાં, જે સંખ્યા ૧૯, ૨૬, ૨૯માં હતાં.અંતિમ ગુફા અનાવાસિત હતી,
આરંભ થી જ અન્ય સૌ મળેલ ગુફા ઓ ૧-૩, ૫-૮, ૧૧, ૧૪-૧૮, ૨૦-૨૫, તેમ જ ૨૭-૨૮ વિહાર છે.
અજંતાની ગુફા ઓ એક સમયે વિસરાઇ ગઈ હતી.
તેને ઇ. સ ૧૮૧૯માં એક અંગ્રેજ કેપ્ટન જ્હોન સ્મિથે પુન: સંશોધિત કરી.
અજંતાની ગુફા ઓ પ્રારંભિક બૌદ્ધ વાસ્તુ કલા ગુફા ચિત્રો અને શિલ્પકલા ના ઉત્કૃષ્ટ ઉદાહરણ માં સ્થાન પામે છે.
માનવીય હસ્તક્ષેપ અને સમયની અસર થી ક્ષીણ થતાં ઘણા ચિત્રો ને નુકસાન થયું છે.
અજંતાની ગુફા ને ઇ. સ ૧૯૮૩ માં યુનેસ્કો દ્વારા વિશ્વ ધરોહર સ્થળ માં સમાવેશ કરવામાં આવેલ છે.
અજંતાની ગુફા ઓ ને તેની અનોખી કલા સમૃૃૃદ્ધિ કારણે માત્ર ભારતમાં જ નહીં પરંતુ વિશ્વભરમાં પ્રસિદ્ધ છે .
ચિત્ર કલા શિલ્પ કલા અને સ્થાપત્ય કલા ના અપૂવૅ સુમેળ રૂપ આ ગુફા ઓ માં થયેલા કલા સર્જનની ભારતીય કલા ને વિશ્વમાં ગૌરવ છે.



Comments